શ્રી દેવી સર્વમંગલાનું સ્વરૂપ

ઈષ્ટદેવ, કુળદેવ કે કુળદેવીના ફોટા કે મુર્તિનું પૂજન કરવામાં આવે છે. પરંતુ યા રાખવુ ખૂબ જરૂરી છે કે જે સમયે પૂજન કરતાં હો ત્યારે મુર્તિ કે ફોટામાં રહેલુ તેમનું સાચુ સ્વરૂપ આપણા મનચક્ષુ દ્વારા અંતઃકરણમાં અવશ્ય સ્થિર હોવુ જોઈએ અને હૃદય નિર્મળ હોય તો તેનું ફળ પ્રાપ્ત થાય છે.
પુરાણોમાં પ્રસંગોચિત નિર્દેશો થયા મુજબ શ્રી દેવી સર્વમંગલા. શિવપ્રિયા મહાદેવી પાર્વતીજીના અનેક સ્વરૂપો માહેનું એક શક્તિ સ્વરૂપ છે.
તેમના બે સ્વરૂપો શાસ્ત્રકારોએ વર્ણવ્યા છે. એક સૌમ્ય સ્વરૂપ અને બીજુ ઉગ્રસૌમ્ય સ્વરૂપ. શ્રી દેવી સર્વમંગલા ભક્તો માટે અને ઉગ્ર સ્વરૂપ શ્રી મંગલચંડિકે અધર્મિઓ માટે છે. જોકે ભક્તો ને તો તેમના ઉગ્ર સ્વરૂપમાં યે સૌમ્ય સ્વરૂપનોજ ભાષ થાય છે. જયારે સૌમ્ય કે ઉગ્ર બને સ્વરૂપો અનિતીમાન અધર્મિઓ અને અસુરોનો તો નાશ કરે છે.
શાસ્ત્રકારો પરમેશ્વરી, કલ્યાણયી શ્રી દેવી સર્વમંગલાનું સૌમ્ય સ્વરૂપનું પ્રમાણ વર્ણન કર્યુ છે.
શ્રી દેવી સર્વમંગલા સોળ વર્ષની ઉંમરના નિત્ય અતિસ્થિર યોવનવાળા, પાકા ઘીલોડા જેવા હોઠવાળા, સુંદર દાતવાળા, શુદ્ધ શરદૠતુના કમળ જેવા મુખજેવા, ધોળા ચંપાના ફૂલ જેવા રંગવાળા અને સુંદર કાળા જમળ જેવા નેત્રવાળા છે. તેમના અંગ ઉપર કુમકુમ અને અગર ચંદ્ન અને કેશરનું લેપન કરેલું છે. તેમજ રત્નમણિજડિત મુકુટ અને અદ્ભુત અલંકારો વિભૂષિત છે. ચાર ભૂજાઓ છે. એક હાથમાં પાશ બીજા હાથમાં અંકુશ અને નીચેના બંને હાથમાં એકમાં અભયની અને બીજાના વરદાનની મુદ્રાઓ છે. તેઓ વાહન કે આસન ઉપર બિરાજતા નથી. સૌમ્યરૂપે પૃથ્વી પર ઉભા છે. મસ્તક પર સુંદર તિલક છે ચારે હાથો કંડણથી શોભાનમાન છે અને ડોકમાં મૌતિક, મણીરત્ન આદિ માળાઓ છે અને સુંદર આભુષણો ધારણ કર્યા છે અને બને પગમાં સુંદર જાંજર પહેર્યા છે. કર્ણોમાં લટકતા શોભીત કર્ણફૂલ શોભી રહ્યાં છે. કટીસ્થાને સુંદર સુશોભિત કટીમેખલા છે. અને સુંદર વસ્ત્રોથી શોભી રહ્યાં છે. કટીસ્થાને સુંદર સુશોભિત કટીમેખલા છે. અને સુંદર વસ્ત્રોથી શોભી રહ્યાં છે. આવા અનિર્વચનિય સૌમ્ય સ્વરૂપનું જે ભક્ત નિત્ય હૃદયસ્થ ધ્યાન કરે છે. તેનું આલોક અને પરલોક સુધરે છે અને સર્વ સુખોનો ઉપભોક્તા થાયછે. દુઃખ દારિદ્રય દૂર થઈ સુખ શાંતિ આનંદ્ને પામે છે.
જયારે તારકુસારનાં વરદાન પામેલાં મહાભંયકર અને અધર્મી પુત્રો તારકાક્ષ કમલાક્ષ અને વિધુન્મીલીનો સંહાર કરવાનો હતો. ત્યારે શ્રી શંકર ભગવાને સહાય માટે શ્રી સર્વમંગલાદેવીના ચંડિકા સ્વરૂપની એવા શબ્દોમાં સ્તુતિ કરી હતી કે હે જગતની માતા, જગત જનની દેવી શ્રી મંગલ ચંડિકા ! રક્ષા કરો વિપતિઓના સમુહને હરનારા હર્ષ તથા મંગલને આપવામાં નિપૂણ અને ચતુર હે શુભો હે કલ્યાણરૂપ મંગલ ચંડિકા મંગલામાં પણ મંગલ યોગ્ય અને સર્વ મંગલોમાં મંગલ સત્યપુરુષોનું મંગલ કરનારા હે દેવી સર્વના મંગલોના સ્થાન રૂપ મંગલને આપનારા સંસારમાં મંગલ આપનારા મંગલોના સારરૂપ સંસારમાં મંગલના આધારૂપ અને મોક્ષરૂપ અને સર્વ કર્મોના પારરૂપ. દરેક મંગલવારે પૂજનિય અને અગણિત સુખોને આપનારા હે મહાદેવી રક્ષા કરો રક્ષા કરો
ભગવાન ભોળાનાથની સ્તુતિ થી સમજાય છે કે શ્રી સર્વ મંગલાદેવી ચંડિકા સ્વરૂપ ભક્તો માટે તો કલ્યાણમયી શ્રી સર્વેનું કલ્યાણ કરનારા શ્રી દેવી સર્વ મંગલા છે.

શ્રી દેવી સર્વમંગલાના સૌમ્યરૂપનું નિત્ય પૂજા, અર્ચના કે ધ્યાન કરનાર સર્વ દુઃખોથી મુક્ત થાય છે. આલોકમાં સુખ, શાંતિ અને આનંદ્ની પ્રાપ્તિ થાય છે. અને પરલોકમાં પણ તેને મા ના પવિત્ર પુનિત ચરણોમાં સ્થાન મળે છે. અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. એમનું મંગળ સ્વરૂપ સર્વે જીવોનું મંગલ માંગલ્ય કરનાર ને સર્વ દુઃખોને હરનાર છે.

No comments:

Post a Comment