શ્રી દેવી રાજગોર
જ્ઞાતીના મોતા નુખના
કુળદેવી છે. તેમના
પ્રાક્ટ્ય તથા દેવી
ભાગવત ભવિષ્ય પુરાણ
તથા ઉપાસના વિશે,
દેવી કવચ અને
અન્ય પુરાણોમાં કહે
વાયેલી કથા અને
સંદર્ભમાં જે જાતના
ઉલ્લેખો થયેલા છે.
એ ઉપરથી સ્પષ્ટપણે સમજી
શકાય છે કે
મંગલમયી શ્રી દેવી
સર્વમંગલા શિવશ્રી પાર્વતીજીના અનેક
સ્વરૂપો માહેનું એક
સ્વરૂપ છે અને
તેમનું પ્રાકટ્ય માતા
શ્રી પાર્વતીમાંથી જ થયેલું છે
તેની સવિસ્તાર કથા
નીચે મુજબ છે.
પૂર્વ જન્મમાં પાર્વતીજી દક્ષ
પ્રજાપિતાના સતી નામે
ઓળખાતા પુત્રી હતા.
તેમના લગ્ન કૈલાશપતિ સદાશિવ
શ્રી શંકર ભગવાન
સાથે દક્ષ પ્રજાપિતાએ કર્યા
હતા. ગંધમાદ્ન પર્વત
ઉપર સખીઓ સાથે
સતી આનં વિહાર
કરી રહ્યાં હતાં
ત્યારે તેમણે ચંદ્ર
અને પત્ની રોહિણીને જતા
જોયા પૂછપરછ કરતાં
સતીના જાણવામાં આવ્યું
કે પોતાના પિતા
દક્ષ પ્રજાપિતાએ યજ્ઞ
આરંભ્યો છે. વિષ્ણુ,
બ્રહ્મા, ઈન્દ્રિાદિ દેવો
અને ૠષિમુનિઓને આમંત્રણ આપવામાં આવ્યું
હતું. તેમ ચંદ્ર
અને રોહિણીને પણ
આમંત્રણ મળવાથી તેઓ
યજ્ઞમાં જઈ રહ્યાં
હતા.
સતી ઘડીભર તો
વિચારમાં પડી ગયાં
કે, દક્ષ મારા
પિતા છે. સતી
વિરિણી મારી માતા
છે. છતાં મને
અને મારા પતિને
કેમ નહી તેડાવ્યા હોય?
એમને આમંત્રણ કેમ
નહીં ? તેઓ તત્કાલ
ભગવાન શંકર પાસે
ગયાં અને પોતાના
પિતા દક્ષે યજ્ઞ
આરંભ્યો છે એ વાત કહી.
"સતીની વાત
શાંત ચિત્તે સાંભળ્યા પછી
ભગવાન શંકરે સતીને
સમજાવતાં કહ્યું :
આપના પિતા દક્ષ
મારો દ્રોહ કરનારા
છે. અને એટલે
જ એણે આપણને
આમંત્રણ પાઠવ્યું નથી
અને તેથી તમારે
અને મારે યજ્ઞમાં જવાની
શી જરૂર?" ત્યારે સતીએ
કહ્યું : "આવા પ્રસંગોએ તો
સગાસંબંધીઓને હળી મળી
શખાય છે અને
પિતાને ત્યાં જવામાં
આમંત્રણની શી જરૂર
છે? ચાલો આપણે
પણ જઈએ"
ત્યારે શંકર ભગવાને
કહ્યું : "મને લાગે
છે કે આમંત્રણ વગર
જવું એ ઠીક
નથી એમણે ઈરાદાપૂર્વક આમંત્રણ આપ્યું
નથી અને વગર
બોલાવ્યે જવુ એ તો મરણ
કરતાંયે વધારે અપમાન
જનક છે અને
આવી રીતે જવુ
એ તો આપણા
માટે પણ યોગ્ય
ન જ કહેવાય"
પતિનાં કહેવાનો મર્મ
સમજી જતાં સતીએ
રોષયુક્ત ભાવે કહ્યું
: "ઈરાદાપૂર્વક આમંત્રણ ન આપી મારા
પિતાએ આપણુ અપમાન
કર્યુ છે. ત્યાં
એકત્રીત થયેલા દેવો
ૠષિમુનિઓ મને મારા
માતાપિતાનો આની પાછળ
શો ઈરાદો છે
તે હું જાણવા
માંગુ છું. યજ્ઞમાં જવાની
મને આજ્ઞા આપો
મહેશ!"
સર્વજ્ઞાતા અને સર્વદષ્ટા સદાશિવ
શંકર ભગવાને કહ્યું
: "મને યોગ્ય નથી
લાગતું છતા તમારી
ઈચ્છા હોય તો
ભલે જાઓ"
પતિની આજ્ઞા મળતાં
પોઠીયા નંદી પર
આરૂઢ થઈ ગણે
સાતે સતી પોતાના
પિતાને ત્યાં ગયાં
પણ માતાપિતા તરફથી
જરાએ આદર મળ્યો
નહીં. "સમગ્ર જગતને
પૂજનીય એવા પરમપાવન મારા
પૂજ્ય પતિને કેમ
આમંત્રણ આપ્યું નથી?"
એવો ક્રોધથી કંપીત
સ્વરે સતીએ જયારે
પ્રશ્વ કર્યો ત્યારે
તુચ્છકાર દર્શાવતા દક્ષે
કહ્યું :
"તું અહીં
કેમ આવી છો?
અહીંથી ચાલી જડ
સમજુ લોકો તારા
પતીને કુળહીન અને
ભૂતપ્રેત અને પિશાચોના રાજા
તરીકે માને છે.
અર્ધનગ્ન દશામાં ફર્યા
કરે છે તેના
અમંગલ પગલાથી તો
યજ્ઞની પવિત્રતા પણ
ખંડીત થાય. બીજાઓના કહેવાથી મેં
તારા લગ્ન આવી
ભિખારી સાથે કર્યા
એ ભુલ જ કરી છે"
પતિ પ્રત્યેના પિતાના
અપમાન જનક વચનો
સાંભળી અતિ કુપીત
થઈ ક્રોધથી કંપીત
સ્વરે સતીએ કહ્યું
: "અભિમાનથી મુઢ બની
તમે મારા પતિને
પિછાની શકયા નથી.
અભિમાનના કારણે તમારા
પિતા બ્રહ્માનું મસ્તક
મારા પતિએ છેદી
નાખ્યું હતું. તે
કેમ ભુલી જાવ
છો? તમારા જેાં
બીજાની નિંદા કરનાર
અને પતિની નિંદા
સાંભળ નાર બને
સુર્યચંદ્ર યથાવત રહે
ત્યાં સુધી નરકમાં
સડયા કરે છે.
હવે મારે જીવવાનું કાંઈ
પ્રયોજન નથી."
અને આંખો બં
કરી પતિનું સ્મરણ
કરી યોગમાર્ગમાં મન
સ્થિર કરી યજ્ઞની
વેદીમાં પ્રજવળતા અગ્નિમાં પ્રવેશ
કર્યો અને તેમનો
દેહ અગ્નિથી ભડભડ
બળવા લાગ્યો સર્વત્ર હાહાકાર મચી
ગયો એટલામાં સર્વજ્ઞ ભગવાન
શંકર પણ ત્યાં
આવી પહોંચ્યા, રૂદ્રસ્વરૂપ ભગવાન
શંકરે પોતાની જટા
છોડીને જમીન પર
પછાડી તેમાંથી મહાભંયકર વીરભદ્ર નામનો
પણ ઉત્પન્ન કર્યો.
વિષ્ણુ ભગવાન આિ
સૌ કોઈ જોતા
જ રહ્યાં અને
વીરભદ્રે યજ્ઞને તો
ખેદાન મેદાન કરી
નાખ્યો પણ દક્ષનું મસ્તક
પણ ધડથી જુદુ
કરી નાખ્યું (પુરાણોમાં કહેવાયેલ કથા
મુજબ વિષ્ણુ, બ્રહ્મા અને
અન્ય દેવોની સ્તુતિથી પ્રસન્ન થઈ
ભગવાન શંકરે દક્ષને
નવજીવન આપ્યું હતું)
ચિતભ્રમ થયો હોય
એમ ભગવાન શંકર
સતીના બળતા દેહને
ખભે મુકી ચોતરફ
ભમવા લાગ્યા. વિષ્ણુ
ભગવાનના દિલમાં થયું
કે, આમ તો
સમગ્ર જગત બળીને
ખાક થઈ જશે.
તેથી ભગવાન શંકરને
આવી દશામાંથી મુક્ત
કરવા તેમણે ચક્રથી
સતીના દેહના કટકા
કર્યા. સતીનાં અંગ
પરના આભુષણોના પણ
કટકા થયા. જયાં
જયાં અંગોના કટકા
પડયા એ મહાપીઠો અને
આભુષણો પડયા એ ઉપમીઠો તરીકે
ઓળખાય છે. (જુદા
જુદા પુરાણો મુજબ
આવા સ્થાનો 51, 53, 77 કે 108 શક્તિ
પીઠો છે)
પરાશક્તિ પાર્વતીજી પુર્વ
જન્માં સતી હોવાથી
અને અંગો તથા
આભુષણો પાર્વતીજી ના
હોવાથી બધા ધામો
- પીઠો પાર્વતીજીના ધામો
તરીકે ઓળખાય છે.
અને જુદા જુદા
ધામોમાં આ મહાદેવીનાં સ્વરૂપ
રૂપે જુદા જુદા
નામથી જુદી જુદી
દેવીઓ નિવાસ કરે
છે.
ગયાના પવિત્ર ક્ષેત્રમાં આભુષણ
પડેલ એ પીઠવસ્થામાં શ્રી
દેવી સર્વ મંગલોના વાસ
છે. એ ઉપપીઠ
કહેવાય છે. આજે
પણ એ સ્થળે
મંગલમયી સૌનું કલ્યાણ
કરનારી અને દુષ્ટોનો સંહાર
કરનારી શ્રી દેવી
સર્વમંગલાનું ભવ્ય મંદિર
ઉભુ છે. ગયાજીના સર્વ
લોકો તેને ખૂબ
જ ભાવભક્તિથી પુજે
છે. ગયા એજ
શ્રી દેવી સર્વમંગલા નું
મૂળ સ્થાન છે,
ઉપપીઠ છે, શક્તિપીઠ છે.
No comments:
Post a Comment