શ્રી દેવી સર્વ મંગલા પૂજન તથા વૃત વિધી

આસો, ચૈત્ર કે શ્રાવણમાસના પહેલા મંગળવારે શ્રી મંગલાદેવીની મુર્તિની યથાવિધિ સ્થાપના કરી જેને વૃત કરવુ હોય તે સ્ત્રીએ કે પુરુષોએ એવો સંકલ્પ કરવો કે, પુત્ર-પૌત્ર વગેરે સંતાનની વૃદ્ધિ કે તેમના સુખ માટે, અખંડ સૌભાગ્ય માટે, પતિના આયુષ્યની વૃદ્ધિ માટે, તેમજ તંદુરસ્તી અને કુટુંબના કલ્યાણ માટે હે શ્રી દેવી સર્વમંગલા, હે મંગલા ગૌરી માતા હું પાંચ વર્ષ પર્યંત આપનું વિધી વિધાન સહિત વૃત કરીશ. આપની પ્રિતી આપના આર્શિવા માટે મારુ કર્તવ્ય સમજી અને નિત્ય આપનું ધ્યાન કરીશું અને આપના નામનું સ્મરણ કરીશું.
વૃતનો આરંભ કર્યા પછી પ્રત્યેક વર્ષના મહિનાના ચાર મંગળવારોના દિવસોએ પાંચ વર્ષ સુધી વ્રત કરવું. કોઈ આસો, ચૈત્ર કે શ્રાવણ માસમાં પાંચ મંગળવાર આવે ત્યારે પાંચ મંગળવારે વ્રત કરવું.
વ્રત આખા વર્ષ માટે નહીં પરંતુ માત્ર આસો, ચૈત્ર અને શ્રાવણ મહિનાના મંગળવારે કરવાનું છે.
શોભાયનમાન પાટલા ઉપર શ્રી દેવીમંગલાની સ્થાપના કરવી. શ્રી મંગલાદેવીની મૂર્તિ હોય તો મૂર્તિની નહીં તો લીલા શ્રીફળની સ્થાપના કરવી. તેની પાસે ઘઉંના લોટની બનાવેલી છીપરડી તથા બાજુમાં સોળ વાટવાળો દિવો રાખવો. મૂર્તિ કે શ્રીફળને માની ચુંદડી ઓઢાડવી. દિવો સોળ તાંતણામાંથી બનાવવો અને દિવામાં ચોખ્ખું ઘી પુરવું,ચંદ્ન, પુષ્પ, વગેરે સોળ ઉપચાર વડે, ધાણા, ચોખા તેમજ જીરાના સોળ સોળ દાણાથી સોળ પુષ્પો, ધ્રો તથા ધતુરાના સોળ પાન અને પાંચ બિલ્લીપત્રોથી શ્રી દેવી સર્વમંગલાનું પૂજન કરવું. પછી અંગ પુજા માનસ પુજા ધુપ વગેરે કરી વાયન કરવું.
બ્રાહ્મણ, માતા તથા બીજી ત્રણ સ્ત્રીઓને લાડુ, કાંચળી, વસ્ત્ર, ફળ અને યથાશક્તિ દક્ષિણા આપવા પછી સોળ દિવાથી આરતી ઉતારવી અને ત્યારબા લવણ વિનાના અન્નનું ભોજન કરવું.
દરેક બાબત માટે સોળની સંખ્યા નિયત કરવામાં આવી છે. કારણકે શ્રી દેવી સર્વમંગલા પ્રથમ કહેવાયુ છે તેમ સોળ વર્ષની ઉંમરના છે.
વૃત શ્રાવણ માસ સિવાય ચૈત્રમાસ તથા આસોમાસમાં નવરાત્રમાં પણ કરી શકાય છે. આસો તેમજ ચૈત્ર શુદી એકમથી શ્રી દેવી સર્વમંગલાની સ્થાપના કરી એકમથી અષ્ટમીના સુધી ઉપવાસ કે એકટાણા કરી હોમાષ્ટમીના દિવસે હોમ કરવું કે હોમના દર્શન કરી વૃતની પુર્ણાહુતિ કરવી. નવરાત્રી દરમ્યાન મંગળવારે ઉપર બતાવ્યા મુજબ શ્રી મંગલા ગૌરીનું સ્થાપના કરી વિધિ વિધાન સહિત પુજન કરવું. જો નવરાત્રમાં બે મંગળવાર આવતા હોય તો બે મંગળવારે ઉપર મુજબ વૃત કરી પૂજન કરવું અને વલણ વગર એકટાણા કે ઉપવાસ કરવા શ્રાવણમાસમાં પુજન કરવાથી જેટલુ ફળ મળે છે. એટલુ ફળ આસો કે ચૈત્ર નવરાત્રમાં શ્રી દેવી સર્વ મંગલાનું વ્રત પૂજન, જય તથા હોમ હવન કરવાથી મળે છે.
પાંચ વર્ષનું વ્રત કરનારે ઉપર શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે વ્રત કરવું અને મંગળવારે કરવું. પાંચ વર્ષ પુરા થતાં છેલ્લા મંગળવારે વિધીવિધાન સહિત ઉથાપન કરવું. ઉથાપન વિધી નીચે મુજબ છે.
બાજોઠને ફરતે કેળાના ચાર થાંભલા બાંધી કે ઘરનાં આંગણામાં કેળાના મોટા થાંભલા લાવી તેનું રોપન કરી ચાર બારણા વાળો મંડપ કરવો. મંડપને ફલ તથા આંબા કે આસોપાલવના તોરણોથી શણગારવું. મંડપમાં વચ્ચે ચંદરવો બાંધવો તેની વચમાં ચાર ખુણાવાળી સુંદર વેદી કરાવવી. બાજોઠ હોય તો વચ્ચે ત્રાંબાની નાની વેદી મુકવી. ત્યારપછી શક્તિ મુજબ સોનાના રૂપાના કે ત્રાંબાના કળસની સ્થાપના કરવી. કળશ ઉપર ત્રાંબાનું પુર્ણપાત્ર રાખવું અને તેમાં શ્રી દેવી સર્વમંગલાની શક્તિ પ્રમાણે ધાતુની સોનુ, રૂપુ કે ત્રાંબાની આરસની મૂર્તિની સ્થાપના કરવી. મૂર્તિ હોય તો શ્રી દેવી સર્વમંગલાનો ફોટો પધારવો. વે વેદાંગ જાણકાર વેદપાઠી બ્રાહ્મણ દ્વારા વિધી અને પુજા કરાવવા અને ડમરૂના આકારવાળા ઘઉંના લોટના સોળ તાંતણા વાળી વાટ વાળા દિવાઓથી વિધીવત આરતી ઉતારવી.
આખી રાતનું જાગરણ કરી શ્રી દેવી સર્વમંગલાની કથાનું પઠન કે શ્રવણ કરવું. પ્રાતકાલે ઉઠી સ્નાનથી પવિત્ર થઈ અગ્નિની સ્થાપના કરી. પહેલા જણાવ્યા મુજબ હોમ કરવો અને "ગૌરી ર્મિમાય" મંત્ર ભણી ચોખા, તલ જવ વગેરેની એકસો આઠ આહુતિ આપવી અને ત્યાર પછી બ્રહ્મભોજન કરાવી, કુટુંબ તથા અન્ય મિત્રમંડળ અને સગા સંબંધીઓ સાથે પ્રેમથી ભોજન કરવુ અને ત્યારબા યથાશક્તિ દાન કરી પ્રસંગને પુર્ણ કરવું.
બની શકે તો પહેલા વર્ષે સ્ત્રીઓએ વ્રત પોતાની માતાને ત્યાં કરવું અને પછીના ચાર વર્ષ સુધી પતિના ઘરે આદરભાવથી વ્રત કરવું. પુરુષો કે સારા પતિની પ્રાપ્તિ અર્થે કન્યાઓ વ્રત પોતાના ઘરે કરવું.
વ્રતનું પૂજન સ્થાપન થાય ત્યારે પહેલા શ્રી ગણપતિનું વિધીપૂર્વક સ્થાપના શ્રી દેવી સર્વ મંગલાની સ્થાપનની બાજુમાં જરૂર કરવું જેથી એમ કહેવાય છે કે શ્રી મંગલામયી મંગલ ગૌરી શ્રી દેવી સર્વમંગલા જલ્દી પ્રસન્ન થાય છે કારણકે શ્રી દેવી સર્વમંગલા પાર્વતીના માનસ પુત્રી છે. અને ગણેશજી પણ પાર્વતી પુત્ર છે તેથી બને ભાઈ બહેન થાય. ભાઈનું સાનિધ્ય કઈ બેનને ગમે? જેથી ગણેશજીના સાનિધ્યમાં શ્રી દેવી સર્વમંગલા તુરત પ્રસન્ન થઈ ભક્તોને વાંચ્છીત ફળ આપે છે એમ શાસ્ત્રો કહે છે.
શ્રી મંગલાદેવી કહીયે, શ્રી મંગલા ગૌરી કહીયે શ્રી સર્વમંગલા કહીયે કે શ્રી મંગલ ચંડીકા કહીયે બધા નામ શ્રી દેવી સર્વમંગલાના છે, એમ ચોક્કસ સમજવું અને મહાદેવી જે જે જ્ઞાતિજનોના કુળદેવી છે. સમસ્ત સ્ત્રી પુરુષોએ પોતાના કુળના રક્ષણઅર્થે તેમનું નિત્ય પુજન કરવું જોઈએ અને ઘરમાં તેમનું સ્મરણ કરી નિત્ય દિવો ધુપ કરવા જોઈએ. તેમજ શ્રી દેવી સર્વમંગલાના પ્રચલિત મંત્રોના જાપ કરવા જોઈએ.
શ્રી સર્વ મંગલાય નમ: મંત્ર જાપ પ્રચલિત છે તેમજ શ્રી શંકર ભગવાને ગાયેલ સ્તુતિસ્તોત્ર " હીં શ્રી કલીં સર્વ પૂજ્યે દેવી મંગલ ચંડિકે હું હું ફ્ટ સ્વાહા" એકવીસ અક્ષરોવાળા મંત્રના નિરંતર જાપ કરવા જોઈએ તો શ્રી દેવી સર્વમંગલા પોતાના ભક્તિ સદા સર્વદા રક્ષણ કરશે એમાં જરાએ શંકા નથી. જે કોઈ પુરી શ્રદ્ધા અને ભાવનાથી "મા ના શરણમાં જશે તેના સર્વે કાર્યો "મા શ્રી દેવી સર્વમંગલા પુર્ણ કરશે અને તેના આલોક અને પરલોક બંને સુધરશે તો આપણે સૌ શિશ નમાવી " માના ચરણારવિંદમાં દષ્ટિ કરી અને બોલીએ શ્રી સર્વમંગલા માતાની જય જયકાર.
નોંધ : પુસ્તકમાં શ્રી દેવી સર્વમંગલાનું સ્વરૂપ અને પુજા વિધીની બધી વિગતો શ્રી દેવી ભાગવત શ્રી ભવિષ્ય પુરાણ શ્રી માકંડ પુરાણ તેમજ દેવીકવચ અને લોક પ્રચલિત વિધીવિધાનમાંથી સંકલિત કરી છે. શ્રી દેવી સર્વમંગલાનું પ્રાચીન સ્થાન ગયાજીમાં છે. ત્યાંની જગ્યા જગ્યા શ્રી દેવી સર્વમંગલાના ઉપશક્તિ પીઠ તરીકે પ્રસિદ્ધ છે તેમનું ભવ્ય મંદિર પણ ત્યાં આવેલુ છે. તદ્ઉપરાંત તેમનું બીજુ મંદિર જે ખૂબ પ્રાચીન છે. તે ગુજરાત રાજ્યમાં પ્રસિદ્ધ તિર્થધામ શામળાજીમાં શ્રી શામળાજીના મંદિરની બાજુમાં આવેલું છે. જે કોઈની ઈચ્છા હોય તો દર્શનલભા લેવા ત્યાં જઈ શ્રી દેવી સર્વમંગલાનું મંદિર જોઈ શકે છે. પુસ્તકમાં આપેલ શ્રી દેવી સર્વમંગલાનું ચિત્ર મંદિરની મુર્તિ પરથી તૈયાર કર્યુ છે.

No comments:

Post a Comment