શ્રી દેવી સર્વમંગલાનું પ્રાકટ્ય

બ્રહ્માના વરદાનથી બળવાન બનેલ તારકાસુર ચારેકોર અધર્મનો ફેલાવો કરી રહ્યો હતો અને દેવોને પણ સ્વર્ગમાંથી હાંકી કાઢયા હતા. પણ ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામીએ બાળપણમાં દેવોનું સેનાપતિપ લઈ તારકાસુરનો સંહાર કરી નાખ્યો હતો.
તારકાસુરને ત્રણ પુત્રો હતા. તારકાક્ષ, કમલાક્ષ અને વિધુન્માલી. ત્રણે પુત્રોએ ઉગ્ર તપ કરી બ્રહ્મા પાસેથી એવું વરદાન મેળવ્યું કે ભગવાન વિષ્ણુ કે અન્ય દેવો કે અન્ય કોઈ પણ તેમને મારી શકે નહી તે સમયે બ્રહ્માજીએ કહ્યું હતું કે અમરત્વ તો કોઈને મળી શકે, એટલે તેમણે એવી માંગણી કરી કે શંકર ભગવાન પણ તેમના કોઈ પણ શાસ્ત્રાસ્ત્રોથી તેમનો વધ કરી શકે નહીં
આવુ વરદાન મેળવવા પાછળ માન્યતા એવી કે અસુરો ભગવાન શંકરના ભકતો છે. છતાં કોઈ સંજોગોમાં ભગવાન શંકર તેમને મારવા તૈયાર થાય તો પોતાના શસ્ત્રોથી મારી શકે નહિં.મેળવેલા બીજા વરદાન મુજબ તેમણે જેમ વિશ્વકર્મા દેવોના શિલ્પી છે તેમ મયાસૂર  અસુરોનો શિલ્પી હોવાથી તેની પાસે બધા અસુરોનો સમાવેશ થઈ શકે એવા બહુ મોટા વિસ્તાર વાળા ત્રણ નગરોની રચના કરવી સ્વર્ગમાં સુવર્ણનું અંતરિક્ષમાં રૂપાનું અને પૃથ્વીપર લોહનું અને ત્રણે નગરોમાં અનુક્રમે તારકાક્ષ, કમલાક્ષ અને વિધુન્માલી અધિપતિ પણુ ભોગવવા લાગ્યા.
ગર્વથી ઉન્મત બની ચારેકોર જુલમ વર્ષાવવા લાગ્યા દેવોને પણ પરાભવ કર્યો. બ્રહ્મા વિષ્ણુ પણ લાચાર બની ગયા. બહુ વિચાર કર્યા પછી વિષ્ણુ ભગવાને ઉપસ નામનો યજ્ઞ કર્યો. પુરુષે પ્રસન્ન થઈ, પરમેશ્વર રૂદ્રને પ્રસન્ન કરવા દેવોને સલાહ આપી. બીજી તરફથી અસુરોને શિવભક્તોથી વિમુખ કરવા વિષ્ણુ ભગવાને પોતાના અંગમાંથી મહાતેજસ્વી અને માયામય પુરુષનું સર્જન કર્યુ અને તેને અને નારદજીને ત્રણેનગરોમાં પાખંડ ધર્મ ફેલવવા માટે મોકલ્યા.
બંને એવો ઉપદેશ આપવા લાગ્યા કે સંસાર કર્તા અને કર્મથી રહીત છે. દેહ પોતાની મેળે ઉત્પત થાય છે અને નાશ પામે છે. માટે પાંચ કર્મે ઈદ્રીય અને પાંચ જ્ઞાનેદ્રિય તથા મનને બુદ્ધિ ચુસ્ત થઈ તેને લાડ લડાવો. ખાવુ પીવુ અને મજા કરવી, સિવાય શરીરનું બીજુ કાંઈ પ્રયોજન નથી. વ્યાભિચાર ફળ સિદ્ધિ આપી છે. સ્ત્રી માટે પતિ પૂજન અને શિલધર્મ તો ખેટા બંધનો છે.સૌને ગમી જાય એવા પાખંડ ધર્મનો ફેલાવો થતાં અસુરો અને અસુરસ્ત્રીઓ  ભગવાન શંકરને તદ્ન ભૂલી ગયા અને તેથી ભગવાન શંકરની કૃપા દષ્ટિ ખોઈ બેઠા અને એમનો પ્રેમ પણ ખોઈ બેઠા.
યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યાર પછી ભગવાન વિષ્ણુ તથા સર્વ દેવોની આરાધનાથી પ્રસન્ન થઈ રૂદ્રસ્વરૂપ ભગવાન શંકર ત્યાં ઉપસ્થિત થયા. મહેશ તો અંતરયામી છે. સર્વજ્ઞ છે છતાં તેઓ એવી મુંઝવણ અનુભવી રહ્યા હતાં કે બ્રહ્માના વરદાન મુજબ મારા શસ્ત્રેથી અસુરોના નગરોનો હું વિનાશ કરી શકુ નહીં. તો અસુરોનો સંહાર કેમ કરવો? વગર શસ્ત્રોથી ત્રણે નગરોનો નાશ અને અસુરોનો સંહાર કેમ થાય? તેમના મનમાં ચાલતા વિચારોને પામી જઈને ભગવાન વિષ્ણુએ દુર્ગા સ્વરૂપ, જગદંબા, જગતજનની મહામાયા. પાર્વતીજીનું ચિંતવન કર્યુ અને ગદગ બની પ્રાર્થના કરી. તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ પરાશક્તિ પાર્વતીજી મંગલચંડીએ "સર્વ મંગલા" સ્વરૂપે પ્રકટ થઈ દર્શન આપ્યા.મહાદેવી પાર્વતીજીમાંથી પ્રકટ થયેલા શ્રી મંગલમયી સર્વમંગલા સ્વરૂપ ધર્મિષ્ટકો માટે છે. અધર્મિઓ માટે તો તે મંગલચંડી સ્વરૂપ છે. શ્રી સર્વમંગલા - મંગલાચંડીનો પ્રાર્દુભાવ થયો તેમનું પ્રાકટ્ય થયું.
મહાદેવી મંગલચંડીના દર્શન થતાં ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી, ઈન્દ્રાદિ દેવો ૠષિમુનિઓ સૌએ તેમનો જય જયકાર કર્યો અને " હીં શ્રીં કલી સર્વ પુજ્યે દે વી મંગલચંડી કે હૂં હૂં ફટ સ્વાહા" મંત્ર સાથે તેમનું પૂજન કર્યુ. પ્રાર્થના કરી અને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ભગવાન શંકરને સંબોધી મહાદેવી પાર્વતીજીએ પ્રસન્ન ચિત્તે કહ્યું : સર્વજ્ઞ, સર્વવ્યાપક, સર્વોત્કૃષ્ટ, દેવોના દેવ અને જગતપતિ મહેશ !
પિડીતોને સહાય કરવી અને અધર્મિઓનો ધ્વંસ કરવો તો આપણો ધર્મ છે. આદ્યશક્તિ પરમેશ્વરીની આજ્ઞા છે. આપ હવે નિશ્ર્ચિત રહો. પરાશક્તિનો કૃપાથી કાર્યસિદ્ધ થશે જે યુદ્ધાશક્તિ રૂપે મંગલચંડી સ્વરૂપે હું આપની સાથે રહીશ.
આટલું કહી વિષ્ણુ ભગવાન આિ સૌને યોગ્ય સુચનો આપી, ભગવાન શંકરને ત્રિશૂળ આપી. મહાદેવી મંગલચંડીકા સ્વરૂપે ભગવાન શંકરના અંતરમાં સમાઈ ગયા. તેમની આજ્ઞા મુજબ વિશ્વકર્માએ દેવો અને ગણો સૌ સ્થાન લઈ શકે સૌનો સમાવેશ થાય એવા ભવ્ય રથનું નિર્માણ કર્યુ. ભગવાન બ્રહ્મા રથના સારથિ બન્યા. કેટલાક દેવો લગામરૂપ અને પ્રણવે ચાબુકનું સ્થાન લીધું. પણ બ્રહ્મા વરદાનને બાધ આવે માટે શંકર ભગવાનને જરૂર હતી. અન્યોના શસ્ત્રાકસ્ત્રોની તેથી મેરૂપર્વત ધનૂષ, ઈંદ્ર અને વાસુકી ધનુષની પણછ, સરસ્વતી દેવી ધનુષની ઘંટા અને વિષ્ણુ ભગવાન બાણ રૂપે થયાં. ચંદ્ર બાણનાં તીક્ષ્ણ ફણારૂપ બન્યા. રીતે સમગ્ર પૃથ્વીને કંપાવતા હોય તેમ દેવ ગણો સાથે શંકર ભગવાન દિવ્ય રથમાં આરૂઢ થયાં.
પુષ્ય નક્ષત્રમાં અસુરોનાં ત્રણે નગરો ભેગા થશે એવું બ્રહ્માનું કથન હોવાથી સમયની રાહ જોતાં ધનુષ પર બાણ ચઢાવી શંકર ભગવાન ઉભા રહ્યાં અને જેંવા ત્રણે નગરો એકત્રીત થયાં કે તરત ઈષ્ટયોગ સાથે ત્રણે નગરોને અસુરો સહિત બાળીને ભસ્મ કરી નાખ્યા શ્રી મંગલાદેવીએ આપેલ ત્રિશુલથી ત્રણે અસુર ભાઈઓનાં મસ્તક છેદી નાખ્યા. જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠયું અને શંકર ભગવાન ઉપર અંતરિક્ષમાંથી પુષ્ય વૃષ્ટિ થઈ.
શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, બ્રહ્મ દેવ તેમજ સૌ કોઈએ મહેશ્વરી મંગલચંડીના સ્તુતિગામ કર્યા "જગતના માતા! વિપત્તિઓના સમુહને હરનારા ! મંગલમાં પણ મોક્ષ રૂપ મંગલને આપનાર !  અને સર્વકર્મોના પારરૂપ મંગલને આપનારા ! શ્રી સર્વમંગલા સૌને હર્ષ આનં અને મંગલનું પ્રદાન કરજો. જયશ્રી મંગલચંડી જયશ્રી સર્વમંગલા જયશ્રી મંગલા દેવી"
સર્વ જીવોનું મંગલ કરવા શ્રી પરાશક્તિ શ્રી પાર્વતીના માનસ પુત્રી શ્રી દેવી સર્વમંગલાનું પ્રાક્ટય થયા પછી રાજા મંગલ દેવે આકાશના ગ્રહમંડલમાં પોતાને સ્થાન પ્રાપ્ત થાય તે માટે સૌથી પ્રથમ વિધિવત પૂજન કર્યુ હતું એથી શ્રી દેવી સર્વમંગલા તેના પર પ્રસન્ન થઈ આકાશના ગ્રહમંડલમાં મંગલદેવને સ્થાન આપ્યું અને વરદાન આપ્યું હતું કે "તારા નામ પ્રમાણે મંગલવારે વિધી વિધાન સહિત જે કોઈ મારુ પુજન કરશે તેને મનોવાંછીત ફળ જરૂર મળશે" અને શ્રી સર્વમંગલા તેને દર્શન આપી અદ્રશ્ય થયાં અને ત્યારથી મંગલવારના દિવસે શ્રી મંગલાદેવીનું પૂજન સાચાભાવથી વિધીવિધાન સહિત શ્રી દેવી સર્વમંગલાનું વ્રત રાખે છે અને પૂજન કરે છે તેના બધા મનોરથ પુરા થાય છે અને "મા ની કૃપાથી સુખશાંતિ અને આનંદની પણ પ્રાપ્તિ થાય છે.
કેટલાક શાશ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે ઉપર કહેવાઈ ગયું તે તારકાસુરના ત્રણે પુત્રોનો સંહાર કરવાની શક્તિ પ્રાપ્ત કરવા સ્તુતિ સ્ત્રોત્રથી શ્રી દેવી સર્વમંગલાની આરાધના દરેક મંગલવારે વિધીવિધાન સહિત પુજા કર્યા બા ભગવાન શંકરે યુદ્ધ માટે પ્રયાણ કર્યુ હતું. ત્યાર પછી ગ્રહમંડળમાં સ્થાન પ્રાપ્ત કરવા મંગળ દેવે શ્રી દેવી સર્વમંગલાનું વિધીવત પૂજન કર્યુ હતું. ત્રીજી વખત મંગળપુરના રાજા મંગળે પોતાના રાજ્ય અને પ્રજાની રક્ષા માટે કલ્યાણમયી દેવી સર્વમંગલાનું વિધીવિધાન સહિત પૂજન કર્યુ હતું. સર્વજીવોનું સર્વ રીતે મંગળ કરવા એમનું પ્રાકટય થયુ હોવાથી તેઓ દેવી સર્વમંગલાના નામે સર્વત્ર પૂજાય છે.

ત્યારપછી તો પોતાનું મંગલ ઈચ્છતા અનેક સ્ત્રી પુરુષો નહીં પરંતુ દેવો, યક્ષો મુનુઓ અને ૠષિમુનિઓ ના તેઓ પૂજનીય બન્યા છે અને પૂજાતા રહે છે.આજે પણ ગયાજીમાં તેમનું મુળ સ્થાન શ્રી દેવી સર્વમંગલા ઉપપીઠ નામે પ્રસિદ્ધ છે અને તેનો ઘણો મહિમા છે. અનેક ભાવિકો દર્શન અર્થે ત્યાં જાય છે અને પોતાની મનોકામના પુર્ણ કરે છે.

No comments:

Post a Comment